20 દેશોમાં ફેલાયો ઝિકા વાયરસનો કહેર


ડેન્ગ્યુની જેમ મચ્છરોના માધ્યમથી ફેલાતો ઝિકા વાયરસનો ભયાનક રીતે વધતો પ્રકોપ જોઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) એ વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી. ડબ્લ્યુએચઓના
ડિરેક્ટર જનરલ માર્ગેટ ચાને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ વાયરસ અનેક દેશોમાં ખતરનાક રીતેથી ફેલાઇ રહ્યો છે


અને તેને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર એકજુટ થઇ પ્રયત્નો કરવા જોઇએ. ઝિકા વાયરસની ચપેટમાં બ્રાઝીલ સહિત લગભગ 20 અન્ય દેશો આવી ચૂક્યાં છે જ્યાં લાખો લોકો તેના સંક્રમણના ખતરાના ભયમાં છે.

ચાને કહ્યું કે ઝિકાનો પ્રસાર ખુબ ઝડપથી થઇ રહ્યો છે અને જલ્દીથી તેનો સામનો કરવા માટે કોઇ
કારગર ઉપયા શોધવામાં નહી આવે તો વર્ષના અંત સુધી 40 લાખ નવા કિસ્સા સામે આવી શકે છે.

જિનીવામાં સંગઠનની ઇમર્જન્સી બેઠક યોજાઇ જ્યાં આ ખતરનાક વાયરસને ફેલાતો અટકાવવા સંબંધી કેટલાય અગત્યના મુદ્દા પર ચર્ચા થઇ.

બેઠકમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખતરનાક
જણાવતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે આ વાયરસની ચપેટમાં
ગર્ભવતી સ્ત્રી ઝડપથી આવે છે.


મચ્છરોથી દૂર રહો, ઝિકાથી બચવાનો એક જ ઉપાય

ઝિકા વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક આફત જાહેર કરી છે. આ વાઈરસની કોઈ દવા કે રસી શોધી શકાઈ નથી.

પણ ઝિકાથી બચવાનો એક જ ઉપાય છે, મચ્છરથી દૂર રહેવું. ઝિકા મચ્છર દ્વારા ફેલાય છે. એડિસ નામના મચ્છરો આ વાઈરસ ફેલાવે છે.

2015માં બ્રાઝિલમાં મોટે પાયે કેસ નોંધાયા પછી આ બીમારીની ખબર પડી હતી. ગર્ભવતી મહિલાઓને ઝિકા વિશેષ અસર કરે છે. ઝિકાને કારણે બ્રાઝિલમાં અનેક બાળકો મોટાં માથ સાથે જનમ્યા છે.

પરિણામે બ્રાઝિલ સરકારે મહિલાઓને હ|લ ગર્ભ ન ધારણ કરવા સૂચના આપી છે. ઘરમાં કોઈ જગ્યાએ મચ્છરો જમા થતા હોય, ઘર આસપાસ ગંદકી હોય કે ગંદા પાણીના ખાબોચિયા ભર્યા હોય તો તેનો તુરંત નિકાલ કરવો રહ્યો.

કેમ કે મચ્છરો વધશે એમ ઝિકા પણ વધશે. અત્યારે બે ડઝનથી વધુ દેશોમાં ઝિકાનો પ્રવેશ થઈ ગયો છે અને તેમાંથી અમેરિકા પણ બાકાત
નથી.
Share:

No comments:

Post a Comment

Popular

Search This Blog

Advertisement

Labels

Blog Archive